17 વર્ષની શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકરે કહ્યું-જીતવા માટે હાર પણ જરૂરી
  • 4 years ago
2019માં શૂટિંગના ચાર વર્લ્ડકપ યોજાયા હતા 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ચારેય વખત ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો ગોલ્ડ મેડલ જીતનારી આ ટીમમાં દેશને બે યુવા શૂટર સૌરભ ચૌધરી અને મનુ ભાકર હતા મનુ હાલ 17 વર્ષની છે તે આ વર્ષે યોદાનારા ટોકિયો ઓલમ્પિકની તૈયારીઓ કરી રહી છે સાથે જ દિલ્હીના લેડી શ્રીરામ કોલેજથી પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ કરી રહી છે સવારે બે કલાક અભ્યાસ કરે છે પછી આખો દિવસ શૂટિંગ રેન્જમાં જ પસાર થાય છે 2019માં મિક્સ્ડ ઈવેન્ટમાં તે સફળ રહી, પણ સિંગલ્સમાં તેમને ઘણી વખત હારનો સામનો પણ કરવો પડ્યો હતો મ્યૂનિખ વિશ્વ કપમાં તે પહેલા નંબરે હતી પણ અચાનક પિસ્તોલ તૂટી અને ગોલ્ડ જીતવાનું સપનું પણ તૂટી ગયું, પણ તેનો હોસલો નહોતો તૂટ્યો મનુના કહ્યાં પ્રમાણે, હારવું પણ જીતવાની જેમ જરૂરી હોય છે હારવાથી જીતવામાં એનર્જી મળે છે શૂટર મનુ ભાકર સાથે ભાસ્કરની વિશેષ ચર્ચા
Recommended