સર્કસ તો બંધ થયું પણ બે ગજરાજને સાચવવા ક્યાં? કલેક્ટર અને પોલીસ દ્વિધામાં
  • 5 years ago
રાજકોટ: રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ શરૂ થયું હતું પરંતુ યોગ્ય સર્ટિફિકેટનો અભાવ અને જીવદયા પ્રેમીની અરજીના આધારે પશુ-પક્ષીના ઉપયોગને લઇ કલેક્ટર તંત્રએ દરોડો પાડી બંધ કરાવી દીધું હતું સર્કસ બંધ કરાવી બકરા, ઘોડા, પોપટ, શ્વાન સહિતના અન્ય નાના પશુ-પંખીઓને ખાનગી પ્રાણી સારવાર કેન્દ્ર અને પ્રદ્યુમન પાર્ક ઝુમાં મોકલી દેવાયા હતા પરંતુ કલેક્ટર તંત્રની કામગીરીમાં પુછડે હાથી સલવાયા જેવો ઘાટ સર્જાયો હતો બે ગજરાજને ક્યાં મોકલવા તેને લઇ પોલીસ અને કલેક્ટર તંત્ર ધંધે લાગી ગયું હતું જો કે હાલ તો તેને શાસ્ત્રીમેદાન એટલે કે સર્કસ જ્યાં હતું તે જ સ્થળે તંબુ તાણી પોલીસ પ્રોટેક્ટશનમાં રાખવામાં આવ્યા છે અને વનવિભાગે ગજરાજને રોજનો પાંચ સાત હજારનો ખર્ચ કરી ભોજનની વ્યવસ્થા કરવી પડી રહી છે
Recommended