ટેરર ફંડિંગ મામલામાં પુલવામાના વેપારીઓના ઠેકાણાંઓ પર NIAના દરોડા
  • 5 years ago
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મંગળવારે ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરના વેપારીનાઓના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ટેરર ફંડિગ સાથે જોડાયેલા મામલા અંગે વેપારી ગુલામ અહમદ વાની ઉર્ફે બર્દાના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી NIAએ બર્દાનાના ઘરને સીલ કરીને કાર્યવાહી કરી હતી
બર્દાનાનો દિકરો તનવીર અહેમદ પૂર્વ અલગાવવાદી હતો તેને કહ્યું કે, NIAએ મંગળવારે સવારે તેમની શ્રીનગરની પારિમપોરા ફળ મંડી વાળી દુકાન પર પણ દરોડા પાડ્યા હતા તનવીરના જણાવ્યા પ્રમાણે, NIA ટીમ સુરક્ષાબળ અને રાજ્ય પોલીસ અધિકારી સાથે ઘરે પણ પહોંચી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે NIA અને EDએ કાશ્મીર ઘાટીના 24થી વધારે અલગાવવાદી નેતાઓ અને વેપારીઓની ધરપકડ કરી છે તમામની ટેરર ફંડિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે
Recommended