બસોની ફાળવણી મુદ્દે પાદરા-બોરસદ હાઇવે પર 500 વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન, 1 કિ.મી.નો ચક્કાજામ

  • 5 years ago
વડોદરાઃ પાદરા-બોરસદ હાઇવે પર મહુવડ ગામ પાસે પાદરા ડેપો દ્વારા બસોની ફાળવણીના મુદ્દે 500 વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું જેને પગલે એક કિમીનો ચક્કાજામ સર્જાયો હતો ચક્કાજામને પગલે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી

પાદરા ડેપો દ્વારા જરૂરીયાત પ્રમાણે બો નહીં મૂકવામાં આવતા વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો વિદ્યાર્થીઓનો રોષ આજે રસ્તા પર જોવા મળ્યો હતો પાદરાના મહુવડ પાસે તમામ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો અને વિદ્યાર્થીઓએ પાદરા ડેપો હાય હાયના સૂત્રોચ્ચારો પણ કર્યાં હતા

Recommended