બીજા માળેથી 2 વર્ષની બાળકી પડી, ફરિશ્તા બનીને ઉભેલા યુવકે બચાવ્યો જીવ,
  • 5 years ago
સોશિયલ મીડિયા પર તૂર્કીના ઈસ્તંબૂલનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક 17 વર્ષનો યુવક એક 2 વર્ષની બાળકીનો જીવ બચાવી લે છે બાળકી એપાર્ટમેન્ટના બીજા માળે રમતી હતી અને યુવક ત્યાં જ નીચે ફૂટપાથ પર ઉભો હતો યુવકને અંદાજો આવતા જ તેણે સુઝબુઝથી બાળકી નીચે પડતાં જ બાળકીનો કેચ કરી લીધો હતો જીવ બચાવનાર આ યુવકનું નામ ફ્યૂજી જબાત છે અને તે અલ્જીરીયાઈ પ્રવાસી છે રોડ પરની જ એક કાર્યશાળામાં કામ કરે છે યુવકની બુદ્ધિમતા જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે સુત્રો મુજબ બાળકીની માતા રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે જ બાળકી રમતા રમતા બારી પાસે આવી ગઈ અને દુર્ઘટના ઘટી બાળકીનો જીવ બચાવવા માટે બાળકીના પરિવારે યુવકને 200 તૂર્કી લિરાસની ભેંટ આપી હતી
Recommended