વડોદરામાં યુવકે તળાવમાં કૂદી કબૂતરનો જીવ બચાવ્યો
  • 4 years ago
વડોદરાઃ ઉત્તરાયણના દિવસે પતંગના દોરાથી ઘવાયેલુ કબૂતર વડોદરા શહેરના સુરસાગર તળાવમાં પડ્યું હતું અને તરફળીયા મારી રહ્યું હતું ત્યારે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કાકસાહેબના ટેકરા પર રહેતા સતિષભાઇ કહારે બચાવી લીધુ હતું અને નવજીવન આપ્યું હતું ઉત્તરાયણ પર્વમાં પતંગના માંજાથી અનેક પક્ષીઓના મૃત્યુ થાય છે અને તેનાથી અનેક ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે પતંગના દોરાથી ઘવાયેલુ કબૂતર વડોદરા શહેરના સુરસાગર તળાવમાં પડ્યું હતું અને તેની પાંખમાં દોરી ફસાઇ ગયેલી હતું આ સમયે કિનારે ઉભેલી એક બાળકી આ દ્રશ્યો જોઇ ગઇ હતી અને તેને તેના પિતાને કહ્યું: 'પપ્પા ફટાફટ જાઓ કબૂતરને બચાવો' આ શબ્દો સાંભળતા પિતા સતિષભાઇ સુરસાગર તળાવમાં કૂદી પડ્યા હતા અને તરફળીયા મારી રહેલા કબૂતરને પકડી લીધુ હતું અને તેને બહાર કાઢીને સારવાર માટે જીવદયા કેન્દ્ર પર મોકલી આપ્યું હતું
Recommended