મસ્જિદમાં 51 લોકોના હત્યારા આરોપીએ કહ્યું- મને કોઇ અફસોસ નથી

  • 5 years ago
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર ફાયરિંગ કરી 51 લોકોને મોતને ઘાટ ઉતારનારા ઓરોપીને પોતાની કરતૂત પર કોઈ અફસોસ નથી આરોપી બ્રેન્ટન ટેરેન્ટે સામે આતંકવાદી કાયદા મુજબ કેસ ચાલી રહ્યો છે આરોપીના વકીલ શેન ટૈટે ક્રાઇસ્ટચર્ચ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેના પક્ષકારનું કહેવું છે કે તેને પોતે કરેલા કૃત્ય પર કોઈ અફસોસ નથી મામલાની હવેની સુનાવણી આવતાં વર્ષે 4મેના રોજ થશે

પોલીસે આરોપી બ્રેન્ટન ટેરેન્ટ સામે 51 લોકોની હત્યા, 40 લોકોની હત્યાની કોશિશ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ જેવી કલમો લગાવી છે કોર્ટે આરોપીનું મેડીકલ ચેક-અપ પણ કરાવ્યું હતું, જેમાં તે માનસિક રીતે યોગ્ય જણાયો હતો ટેરેન્ટ ઓસ્ટ્રેલિયન મૂળનો ફીટનેસ ઇન્સ્ટ્રક્ટર છે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને કહ્યું હતું કે બ્રેન્ટન ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે અને તે કટ્ટરપંથી રાઈટ વિંગ સાથે જોડાયેલો છે

Recommended