ડિલિવરી બોયની વાહ વાહી થતાં જ ઝોમેટો આવ્યું મદદે, સીઈઓએ ટ્વીટ પણ કર્યું
  • 5 years ago
થોડા દિવસ અગાઉ જ રાજસ્થાનના રામુ નામના એક ડિલિવરી બોયનો વીડિયો વાઈરલ થતાં જ ટ્વિટર પર યૂઝર્સે તેના આ જુસ્સાને સલામ કરી હતી ધોમધખતા તાપમાં ટ્રાઈસિકલને હાથેથી પેડલ મારીને લોકોને સમયસર તેમનો ઓર્ડર ડિલિવર કરવાની તેની જહેમત જોઈ શકાતી હતી દિવ્યાંગ એવા રામુની આ આત્મસન્માન સાથે જીવવાની ઝિંદાદિલીએ લોકોના પણ હૃદય પીગળાવી દીધા હતા ઝોમેટોના અકાઉન્ટ પરથી પણ આ યુવકને સુપર હીરો કહીને બિરદાવામાં આવ્યો હતો કેટલાક યૂઝર્સે તો તેના જેવા અન્ય વિકલાંગ ડિલિવરી બોય માટે ક્રાઉડ ફંડિગની મદદ લઈને તેમને ઈલેક્ટ્રીક બાઈક આપવાની વાત કરી હતી આ તરફ અન્ય યૂઝર્સે પણ આવા લોકો આત્મસન્માન સાથે જીવી શકે તે માટે તક આપવા બદલ ઝોમેટો કંપનીના પણ વખાણ કરવાની સાથે જ આવા લોકોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા માટે કંઈક કરવાની અપીલ પણ કરી હતી આ બધાની વચ્ચે જ સોશિયલ મીડિયામાં રામુની થતી વાહવાહી જોઈને ઝોમેટોના સીઈઓ અને ફાઉન્ડર દિપેન્દર ગોયલે એક ટ્વિટમાં રામુના ફોટો અને વીડિયોઝ શેર કરીને લખ્યું હતું કે ઝોમેટોએ તેના ડિલિવરી બોયના જુસ્સાને બરકરાર રાખવા માટે તેને એક ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલ ગિફ્ટ કરી છે આવી ગિફ્ટ મળતાં જ રામુના ચહેરા પર પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું આ ઘટના એટલા માટે પણ હૃદયસ્પર્શી છે કેમકે સોશિયલ મીડિયાના કારણે આ બધુંશક્ય થયું હતું એક એવી પણ માન્યતા છે કે સોશિયલ પ્લેટફોર્મ પર ટ્રોલર્સનો જ જમાવડો હોય છે જો કે આ ઈમોશનલ વીડિયો બાદ જે રિસ્પોન્સ મળ્યો હતો તે આવી માન્યતાઓનું ખંડન કરવા માટે પણ પૂરતો હતો
Recommended