12 વર્ષના બાળકે પાણીની ટાંકીમાં ઉંધા માથે લટકીને પણ અંદરથી બાળકીનું રેસ્કયુ કર્યું
  • 5 years ago
રશિયાના મોસ્કોમાં આવેલા એક પાર્કમાં 12 વર્ષના બાળકની બહાદુરી અને સ્થાનિકોની સતર્કતાના લીધે એક માસૂમનો જીવ બચી ગયો હતો રપલી ટીવીના અહેવાલ મુજબ આ બાળકી ત્યાં લોનમાં રમતાં રમતાં અચાનક જ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી અંદાજે 4 મીટર નીચે આ માસૂમ પહોંચી ગઈ હતી જો કે તરત જ ત્યાં હાજર લોકોએ એકઠા થઈને તેને લાકડી અને અન્ય વસ્તુઓ વડે ઉપર ખેંચવાનો પ્રયત્ન પણ કર્યો હતો તેમને મળી રહેલી નિષ્ફળતાઓ જોઈને ત્યાં હાજર 12 વર્ષના બાળકે સામે આવીને મદદ ઓફર કરતાં કહ્યું હતું કે તે જો આ ટાંકીમાં ઉંધો લટકશે તો કદાચ બાળકી બહાર આવી જશે તેની આવી વાત સાંભળીને તરત જ લોકોએ તેમના બેલ્ટ બાળકને બાંધીને સેફ્ટી સાથે ટાંકીમાં ઉંધો જવા દીધો હતો જોઈને જ ભલભલા શ્વાસ અદ્ધર થઈ જાય તેવા આ રેસ્ક્યુમાં બાળકનો જીવ પણ જાખમમાં મૂકાઈ શકતો હતો જો કે તેની બહાદુરી, સૂઝબૂઝ અને અન્ય મદદકર્તાઓની સતર્કતાના કારણે તેણે અંદરથી આ બાળકીને ઉપર ખેંચવામાં પણ સફળતા મેળવી હતી સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ થયેલો આ વીડિયો જોઈને યૂઝર્સે 12 વર્ષના બાળકની હિંમતને સલામ કરી હતી
Recommended