પાકિસ્તાની મીડિયાને મોદીની સ્પીચમાં પણ અભિનંદનના ભણકારા વાગે
  • 5 years ago
પાકિસ્તાની મીડિયામાં અભિનંદન શબ્દ એ રીતે ઘર કરી ગયો છે કે તેઓ જ્યાં પણ આ શબ્દ સાંભળે ત્યાં તેમને વિંગ કમાન્ડર અભિનંદનવર્ધમાનના જ ભણકારા વાગે છે અને આ વાતની પુષ્ટી પણ પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો આ વીડિયો કરે છે આમાં જોઈ શકાય છે કે ભાજપની ભવ્યજીત બાદ મોદીએ આપેલી સ્પીચ જોઈને આ ચેનલના સ્ટાફે અભિનંદન શબ્દનો કેવો અર્થનો અનર્થ કર્યો છે વડાપ્રધાને આ ભવ્ય જીત બદલલોકોનો આભાર માનીને કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા જો કે પાકિસ્તાની મીડિયાને એવું જ લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી હજુ પણઅભિનંદનને ભૂલ્યા નથી અને તેને આજે ફરી હીરો ગણાવ્યો હતો સોશિયલ મીડિયામાં એક યૂઝર્સે આ વીડિયોની ક્લિપ શેર કરીને તે ચેનલનેબરાબરની ટ્રોલ કરી હતી યૂઝર્સે અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં કોઈએ પાકિસ્તાનીઓને ગુગલ કરવાની સલાહ આપી હતી તો કોઈએતો સ્વયં જ ગુગલ કરીને અભિનંદનનો અર્થ સમજાવ્યો હતો
Recommended