કંઈ પણ અશક્ય નથી, બે હાથ વગરના કેશિયરે ઈન્ટરનેટ ગજવ્યું
  • 5 years ago
જીવનમાં કંઈ પણ અશક્ય નથી, જો આપણે એકવાર મનોમન કોઈ કામ કરવાનું નક્કી કરી લઈએ તો પછી ગમે તેટલી અડચણો આવે આપણને સફળ થતાં કોઈ જ રોકી શકતું નથી ઈન્ટરનેટ પણ આગની જેમ ફેલાયેલા દિવ્યાંગ યુવકના આ વીડિયોએ પણ આજ વાત લોકોને સમજાવવાનું કામ કર્યું છે તેની હાલત જોઈને લોકોએ પણ તેને સલામ કરી હતી સામાન્ય રીતે તો માણસજાત પણ જો કોઈ વિષમ પરિસ્થિતી પેદા થાય ત્યારે ભયંકર ડિપ્રેશનમાં આવી જાય છે જેના લીધે તે આગળ શું કરવું તે પણ નક્કી નથી કરી શકતી તો સાથે જ બાપડા-બિચારા બનીને રહેવાનું પસંદ કરીને લોકોની પાસેથી લાગણીઓ મેળવે જાય છે જો કે ઈન્ડોનેશિયાના વિલા ફ્લોરેસમાં આવેલા એક સુપરમાર્કેટમાં કેશિયર તરીકે નોકરી કરતો આ દિવ્યાંગ યુવક તેના ઉત્સાહ અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમથી છવાઈ ગયો છે બે હાથ વગરપણ કાઉન્ટર પર નોકરી કરતા આ યુવક ત્યાં પોતાની દરેક જવાબદારી સફળતાથી પાર પાડતો જોવા મળે છે સામાનને સ્કેન કરવાથી લઈને તેનું પેકિંગ પણ તે એકલાહાથે કરી દે છે તેની આવી ધગશ અને જીવન પ્રત્યેના પોઝિટીવ એટિટ્યૂડને લોકોએ પણ વખાણ્યો હતો તો સાથે અનેક યૂઝર્સે પણ આ કંપનીનો આભાર માન્યો હતો કે જેના દ્વારા જ આ યુવક પોતાના પગ પર ઉભો રહી શક્યો હતો તેનો આ વીડિયો જેણે પણ જોયો હતો તેઓ તેના પેશન, ડેડિકેશન અને લાચારી પેદા કરે તેવી વિષમ પરિસ્થિતીમાં પણ હાર નહીં માનવાના દ્રઢ મનોબળને વખાણ્યું હતું