PM મોદીની સુરતમાં બેઠકનો ધમધમાટ, ઉદ્યોગપતિ મુકેશ પટેલ પણ મળ્યા

  • last year
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલથી સુરતમાં છે. સુરતમાં ગઇકાલ રાતથી પીએમ મોદીની હાજરીથી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના સર્કિટ હાઉસમાં રોકાયા હતા. મોડી રાત્રે 1 વાગ્યા સુધી વડાપ્રધાન મોદીની સી.આર.પાટીલ સાથે બેઠક ચાલી હતી. આજે સવારે સુરતના સર્કિટ હાઉસમાં PM મોદી સાથે ઉદ્યોગપતિ મુકેશ પટેલની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં પાટીદાર અગ્રણી, ઉદ્યોગપતિ મુકેશ પટેલ સહિતના અગ્રણી બિઝનેસમેનને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુકેશ પટેલ લેબરોન ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. કહેવાય છે કે ચૂંટણી પહેલા ઉદ્યોગપતિ મુકેશ પટેલની સૂચક મુલાકાત કહેવાય છે.

Recommended