ઝૂલતા પુલ દુર્ઘટનામાં આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી ઉપલી કોર્ટે પણ નામંજૂર કરી

  • 2 years ago
મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ તપાસમાં કોઇ કાસ મહત્ત્વની વિગતો બહાર આવી નથી અને પોલીસ પણ હાલમાં આ કેસમાં કોઇ અપડેટ નથી, હશે તો જણાવશું તેવું કહી મૌન સેવી લીધું છે. આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓના કોઇના નામ ખૂલ્યા નથી. ત્યારે મોરબી પોલીસે આ કેસમાં કરેલી આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી પણ ઉપલી કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ કેસમાં જેલમાં રહેલા અને પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટર પ્રકાશ રાઠોડે જામીન અરજી મૂકી છે. જેની સુનાવણી સોમવારે થશે.

Recommended