ચીનમાં કઈ રીતે મળે છે ડ્રાઈવિંગ લાયસન્સ, જુઓ ટેસ્ટનો Video

  • 2 years ago
કોઈ પણ દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ લેવું સરળ હોતું નથી. ડ્રાઈવિંગ લાયસન્સને લઈને દરેક દેશના કેટલાક પોતાના નિયમ હોય છે. આ નિયમનું પાલન કર્યા બાદ જ વાહન ચાલકને લાયસન્સ મળતું હોય છે. લાયસન્સ મેળવવા માટે પહેલા લેખિત પરીક્ષા આપવાની રહે છે અને પછી પ્રેક્ટિકલ રીતે ગાડી ચલાવીને બતાવવાનું પણ ફરજિયાત રહે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ જ લાયસન્સ મળે છે. ભારતમાં લાયસન્સ મેળવવાનું આટલું મુશ્કેલ નથી. પરંતુ ચીનના લોકોએ આ માટે ખાસ મહેનત કરવી પડે છે. હાલમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવા માટે લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

Recommended