અમદાવાદમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા, જુઓ શું છે સમગ્ર ઘટના

  • 2 years ago
અમરેલી શહેરમાંથી ઉપડેલી એક ખાનગી ટ્રાવેલ બસમાં અઢીસો પેકેટ ડાયમંડ સાથે આંગડિયા ના કર્મચારીઓ બેઠા હતા.આ બસ રોજ જે સમયે અમરેલી થી નીકળે છે ત્યારે તેમાં આંગડીયાઓના કરોડો રૂપિયાનો સામાન હોય છે.આવું જ ગઈકાલે રાતે પણ બન્યું અને આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે 10 ગુનેગાર પણ બસમાં ચડી ગયા હતા.રાતે બે સવા બે વાગ્યાના અરસામાં જ આખું કરોડોની લૂંટનું ઓપરેશન કરવાનું નક્કી કરનાર આ ટોળકી એ પોતાની સાથેની એક ગેંગને અમદાવાદ જિલ્લાના વટામણ પાસે બસની આગળ ફિલ્મી ઢબે આવીને કાર રોકી અને આંગડિયા પેઢીના કરોડોના ડાયમંડના પેકેટ વાળી બેગ ભરીને ત્યાંથી નીકળી ગયા હતા. ગુજરાત પોલીસ કંટ્રોલ રૂમમાં હાઈવે રોબરી થઈ હોવાનો કંટ્રોલ મેસેજ થયા બાદ પોલીસ હાઇવે પર આવી ગઈ હતી અને આખી રાત ઓપરેશન હાથ ધર્યા બાદ આણંદમાં એક ફાર્મ હાઉસ પાસેથી આ ગેંગના ત્રણ આરોપીઓ પકડાયા અને ત્યારબાદ આખા રેકેટનો પર્દાફાશ થયો.

Recommended