પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળશે ભાજપની સંકલન બેઠક

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે. જેને લઈ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપની સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ અને ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઇ સેન્સ પ્રક્રિયામાં મળેલા બાયોડેટા પર મંથન કરાશે. સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતની બેઠકો માટે 1490 બાયોડેટા મળ્યા છે, તો સૌથી ઓછા દક્ષિણ ગુજરાતની બેઠકો માટે 725 બાયોડેટા મળ્યા છે. આ બાયોડેટા પર મંથન કરી દાવેદારોના 3-3 નામની પેનલ બનાવવામાં આવશે. ત્યાર બાદ પેનલના નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે.

Recommended