ડભોઈ રોડ પર ડોલ્ફિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ
  • 2 years ago
વડોદરામાં ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી હતી. RO કંપનીના ગોડાઉનમાં લાગેલ આ આગ ફટાકડાને કારણે લાગી હોવાનું ફેકટરી માલિકે અનુમાન લગાવ્યું હતું. આ ઉપરાંત ફેક્ટરી માલિકે જણાવ્યું હતું કે 12 વાગ્યા સુધી તમામ ફેકટરીઓ ચાલુ હતી. ફાયરને જાણ કરાતાં ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ 4 ફેક્ટરીઓમાં પ્રસરી જતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બિગ્રેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કરોડોનું નુકશાન થયું હતું.
Recommended