ગુજરાતમાં ભાજપ સરકારની નીતિ કર્મચારી વિરોધી છે: ડૉ.મનીષ દોશી

  • 2 years ago
રાજસ્થાનમાં સરકારે કર્મચારીઓને સરકારે કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ૩૧ હજાર કર્મચારીઓને સીધો ફાયદો થશે. આગામી દિવસોમાં ૧.૧૦ લાખ કર્મચારીને ફાયદો થશે. રાજસ્થાન સરકારના આ નિર્ણય મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ ગુજરાત સરકારને વેધક સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર કર્મચારીઓનું શોષણ ક્યારે બંધ કરશે? રાજ્યમાં હાલ અંદાજિત ૧૦ લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ૨૩થી વધુ કર્મચારી સંગઠનના આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાશે તેમજ VCE સહિત અન્ય કર્મચારીઓના પ્રશ્નોનું પણ કોંગ્રેસ નિરાકરણ લાવશે.

Recommended