રણસંગ્રામ: ભાજપ-કોંગ્રેસના સીનિયર નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ 2 મહિના જેટલો સમય બાકી બચ્યો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવામાં લાગી ગઈ છે. જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ-તેમ ભાજપ-કોંગ્રેસના સીનિયર નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોત આજે ગુજરાત આવી પહોંચ્યા છે. જ્યારે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ભૂપેન્દ્ર યાદવ આજે સાંજે સરકારી કાર્યક્રમ ઉપરાંત ભાજપની સંગઠનાત્મક બેઠકોમાં પણ હાજરી આપવાના છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ ઉપરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ વન ટૂ વન બેઠકો કરશે. ભાજપ 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે, તો કોંગ્રેસ 125 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે.

Recommended