વડોદરાના દિવાળીપુરા ફટાકડા બજારની 42 દુકાનોને નોટિસ ફટકારાઈ

  • 2 years ago
વડોદરાના દિવાળીપુરા ફટાકડા બજારની 42 દુકાનોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કર્યા વગર પતરાના શેડમાં દુકાનો ઉભી કરી દેવાતાં નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયરની ટીમને જોઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર ઓફિસરે તમામ દુકાનોનું ચેકિંગ કર્યું હતું અને ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો તે વેપારીઓને નોટીસ ફટકારી હતી. આ અંગે જિલ્લા કલેકટરે પણ તપાસના આદેશ આપ્યા હતા. અધિકારીઓની તપાસ બાદ સબ સલામત હોવાનો દાવા કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ સહકાર આપતાં વેપારીઓ ખુશ થયા હતા.

Recommended