જ્ઞાનવાપી મસ્જિદ કેસ: આજે આવશે શિવલિંગની કાર્બન ડેટિંગ પર નિર્ણય

  • 2 years ago
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર આજે વારાણસી કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. 5માંથી 4 પક્ષોએ કથિત શિવલિંગની ASI દ્વારા વૈજ્ઞાનિક તપાસની માગણી કરી હતી. આ કેસની સુનાવણી 11મીએ પૂર્ણ થઈ હતી. મસ્જિદ પક્ષે દલીલ કરી હતી કે ત્યાં એક ફુવારો છે શિવલિંગ નથી. 5માંથી 1 હિંદુ પક્ષ તરફથી કથિત શિવલિંગની વૈજ્ઞાનિક તપાસનો વિરોધ કર્યો હતો. કોર્ટ આજે બે વાગ્યા પછી પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

Recommended