ઉમિયાધામ ઝગમગ્યું : 25 હજાર શ્રદ્ધાળુઓએ હાથમાં દિવડા લઈ મહાઆરતી કરી

  • 2 years ago
ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રિ પર્વની ઉજવણી ધમધોકાટ ચાલી રહી છે. તો નવરાત્રિમાં આઠમનું અને આઠમે મહાઆરતીનું મહત્વ પણ ખુબ હોય છે. કોરોનાકાળના બે વર્ષ બાદ સુરતમાં વિવિધ સ્થળોએ અને પાર્ટી પ્લોટો સહિતના સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સુરતના વરાછાના ઉમિયા ધામના મંદિરમાં આઠમે યોજાતી માતાજીની મહાઆરતીનું અનેરુ મહત્વ અને લહાવો હોય છે. આજે રાત્રે સુરતના ઉમિયાધામ મંદિરમાં 25 હજાર શ્રદ્ધાળુઓના હાથમાં દીવડા ઝગમગ્યા હતા. નવરાત્રિમાં આજે આઠમા નોરતાની ઉજવણી અને નિવેદ ઠેર ઠેર થઈ રહ્યા છે, ત્યારે સુરતનાં વરાછામાં આવેલા ઉમિયાધામ મંદિરમાં ભક્તો અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. 25 હજારથી વધુ ભક્તો હાથમાં દિવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી.
આજની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ઉમિયાધામની મહાઆરતીમાં 25 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ હાથમાં દિવડા લઈ ઉમિયાધામને ઝગમગાવ્યા હતા. તો 150 જેટલી મશાલ પણ જોવા મળી હતી.

Recommended