અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે જીવલેણ બન્યો

  • 2 years ago
અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે જીવલેણ બન્યો છે. જેમાં અમીરગઢથી પાલનપુર જતો નેશનલ હાઇવે નં-27 પર મોટા મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી રોડમાં મોટા ભુવાઓ પડી ગયેલ છે. નાના ગામડાઓને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં મુકાઇ ગયેલ છે. પરંતુ

નેશનલ હાઇવે પણ ખાડાઓ વાળો હાઇવે બની ગયેલ છે.

જેમાં અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે તૂટી જતાં મોટા ખાડાઓ પડેલ છે માટે આવા રસ્તે ચાલવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે. જેમાં બાઈક ચાલકો પોતાના જીવન જોખમે પસાર

થઈ રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બાઈક ચાલકો અચાનક ખાડાઓમાં આવી જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે અને મોટા વાહનો પણ સામસામે આવે ત્યારે મોટી હોનારતનો ભય

સતાવે છે. અમીરગઢથી પાલનપુરનો આખો રોડ ખાડાઓનો રોડ બની ગયેલો હોવા છતાં તંત્ર કેમ ઊંઘમાં છે. આ રોડ પરથી પસાર થતા વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે. તો

તેઓને રોડની સુવિધા કેમ આપવામાં આવતી નથી તે પ્રશ્ન ટોલ ટેક્સ ભરનાર વાહન ચાલકો કરી રહ્યા છે. અને તંત્ર સામે રોષ જતાવી રહ્યા છે. તો તંત્ર રોડનું સમારકામ કરશે કે પછી

કોઈ મોટી હોનારત થવાની રાહ જોવાઇ રહી છે તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.

Recommended