મહેસાણા અંબાજી હાઇવે માઇભક્તોથી ઉભરાયો

  • 2 years ago
ગુજરાતમાં ભાદરવી પૂનમને લઈ માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં મહેસાણા અંબાજી હાઇવે માઇભક્તોથી ઉભરાયો છે. તથા માઇભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માં

અંબાના દર્શન માટે ઉમટ્યા છે. તેમજ પગપાળા અથવા સંઘના માધ્યમથી ભક્તો માં અંબાના દર્શન માટે જઇ રહ્યાં છે.

પગપાળા અથવા સંઘના માધ્યમથી ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા

ઉલ્લેખનીય છે કે મહેસાણા અંબાજી હાઇવે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી માઇભક્તો માં અંબાના દર્શન માટે આતુર બન્યા છે. તથા માઇ ભક્તોની સેવામાં

અનેક સેવા કેમ્પો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સુવા, જમવા સાથે મેડિકલ કેમ્પો દ્વારા અંબાના દ્વાર સુધી સુવિધાઓ આપી રહ્યા છે. ભાદરવી પૂનમનું શક્તિપીઠ અંબાજીમાં ખૂબ વિષેશ

મહત્વ સંકળાયેલું છે. માં અંબાનો પ્રાગટય દિવસ એટલે જ ભાદરવી પૂનમ.

મહેસાણા અંબાજી હાઇવે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો

ગુજરાતના ખૂણેખૂણેથી માઇ ભક્તો માં અંબાના પવનકરી દર્શન માટે અધીરા બન્યા છે. મહેસાણા અંબાજી હાઇવે પર માનવ મહેરામણ ઉમટયું છે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબા

ના ખોળે પહોંચવા ગુજરાતના ખૂણેખૂણેથી અંબાજીની વાટ પકડી છે. મહેસાણા અંબાજી હાઇવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા તો કોઈ સંઘ દ્વારા પહોંચી રહ્યા છે. આ તમામ

પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી લોકો, સંસ્થાઓ સેવાકીય કેમ્પ અવિરત 24 કલાક શરૂ કર્યા છે. રહેવા, જમવા સાથે આરામ તેમજ મેડિકલ સુધીની સેવા પૂરી પડતા સેવા કેમ્પો

કાર્યરત છે. પગપાળા ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં તંત્ર પણ ખડેપગે જોવા મળી રહ્યું છે.

Recommended