USAમાં ભારતીયોનો દબદબો, 76મા સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ભવ્ય ઉજવણી
  • 2 years ago
એનઆરઆઈ હબ ગણાતા ચરોતર પ્રદેશના લોકો વિદેશમાં સ્થાયી થવા છતાં ભારત દેશ પ્રત્યે ગર્વની લાગણી અનુભવે છે. તેઓ ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય તહેવાર પણ એટલા જ ઉત્સાહથી

ઉજવે છે. ભારત દેશના આઝાદીના 75મા વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે સમગ્ર દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જોકે, વિદેશમાં રહેતા ભારતિયો પણ આ ઉત્સવમાં એટલા જ

ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે. ખાસ કરીને અમેરિકા રહેતા ભારતિયોએ 76મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી.

પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું


અમેરિકામાં રહેતા ભારતિયોએ દેશની આઝાદીના 76મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગની ઉજવણી દબદબાબેર કરી હતી. એક હજાર કરતા વધારે ગુજરાતી અને દેશના વિવિધ પ્રાંતના

એનઆરઆઈની હાજરીમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમી ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના લોસ એન્જલસ ખાતે ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય

ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ગુજરાતીઓ બહોળા પ્રમાણમાં જોડાયાં હતાં. આ પ્રસંગે ભારતીય વ્યવસાયીકોનો પરિચય આપતી અને સિદ્ધિ ગાથા કરતી પુસ્તિકાનું પણ અનાવરણ

કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ

આ ઉજવણીમાં ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ, પરિમલ શાહએ જહેમત ઉઠાવી હતી. જ્યારે કેવલકાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાયક, ડેવલોપર અને ઇન્વેસ્ટર

ભુપેશ પરીખ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અમેરિકામાં વરસોથી મહેનત કરી સ્થાયી થયેલાં અને ગુજરાતીઓએ પોતાના વ્યવસાયિક કુનેહને લઇ એક આગવું સ્થાન ઉભુ કર્યું છે. તે

પ્રગતિગાથા અન્ય ભારતિયોમાં પણ આદર્શ સાબિત થઇ રહી છે. આ પ્રસંગે આવા ગુજરાતી વ્યવસાયિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લેબોન હોસ્પિટાલીટી ગૃપના

ચેરમેન અને અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ કે જે સૌથી યુવા બિઝનેસમેન છે, આ ઉંમરે તેમની વ્યવસાયિક સિદ્ધિ જાહેર મંચ પરથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા

ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ ગઈ છે.

ઉદ્યોગપતિઓએ ભારતને ટોચના સ્થાને મુક્યું

આ પ્રસંગે યોગી પટેલે આ સન્માન સ્વિકારતા જણાવ્યું હતું કે, દેશની સંસ્કાર, સંસ્કારીતા અને સાહસએ આપણો અમુલ્ય વારસો છે. તેનું જતન કરવું અને વિસ્તરણ કરવું તે દરેક

ભારતીયોની ફરજ છે. સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રિય તહેવાર નિમિત્તે દેશને આઝાદ કરવા જે શહિદોએ બલિદાન આપ્યા છે, જે કુટુંબોએ સંઘર્ષ વેઠ્યો છે. તેનું સ્થાન સદા હૃદયસ્થ રહેશે. આઝાદી

બાદ ભારતની પ્રગતિમાં જે રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ ભારતને ટોચના સ્થાને મુક્યું છે, તે લોકો પણ એટલા જ સન્માનિય અને વંદનીય છે. ભારતીય હોવાનું આપણા માટે

સદા ગૌરવ હોવું જોઈએ. આમ જણાવી તેઓએ શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Recommended