સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી પદયાત્રા યોજાઇ

  • 2 years ago
સુરતમાં આજે હર ઘર તિરંગા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રામાં ભાગ લીધો છે. લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી

પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે કિલોમીટરની તિરંગા પદયાત્રા યોજાશે. તેમાં હર્ષ સંઘવી, સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે.

લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી પદયાત્રા યોજાઇ

સુરતમાં હર ઘર તિરંગા માટે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યાં છે. તેમજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ

ચોક સુધી પદયાત્રા શરૂ કરવામાં આવી છે. તેમાં બે કિલોમીટરની તિરંગા પદયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે PM મોદીનો હું આભાર માનું છું, 13થી 15 ઓગસ્ટ રાજ્યના ઘરે ઘરે તિરંગો લહેરાશે. દેશમાં એકતાની લહેર જાગી છે.

હર્ષ સંઘવી સાથે સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત

તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે રાષ્ટ્રધ્વજ લહેરાવાની સ્વતંત્રતા આસાનીથી નથી મળી, તિરંગો ખરીદીને લહેરાવવો જોઈએ. દરેક નાગરિકોને ઘરે તિરંગો લહેરાવો

જોઈએ. ગ્રામ પંચાયતથી સચિવાલય સુધી તિરંગાની શાન દેખાશે. જેમાં એક કરોડના ધ્વજ ઓછા પડશે. તેમજ દેશભક્તિસભર માહોલમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા છે. મુખ્યમંત્રી

અને મહાનુભાવો પોતે તિરંગા પદયાત્રામાં રસ્તા પર ચાલી સહભાગી બન્યા છે. તથા યાત્રાના રુટ પર મુખ્યમંત્રી અને મહાનુભવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ અભિવાદન કર્યું છે.

Recommended