વલસાડમાં જળબંબાકારનો આકાશી નજારો

  • 2 years ago
વલસાડ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. તેમાં વલસાડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારમાં ચાર દિવસ

દરમિયાન સાર્વત્રિક વરસાદના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ અને

કચ્છમાં (એક્સ્ટ્રેમલી હેવી) ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જારી કર્યું છે.

દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી


રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા,

નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી,

જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે

વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Recommended