તિસ્તા સાથે પૂર્વ IPS શ્રી કુમાર સામે નોંધાયો ગુનો

  • 2 years ago
તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપાડી લાવી છે. જેમાં તિસ્તા સાથે પૂર્વ IPS શ્રી કુમાર સામે પણ ગુનો નોંધાયો છે. તેમજ રિમાન્ડ માટે પૂર્વ IPS શ્રી કુમારને કોર્ટમાં રજૂ

કરાશે. તથા તિસ્તા સેતલવાડાને પણ કોર્ટમાં રજૂ કરી શકાય છે. તેમાં ગુજરાતની છબી ખરડી હોવાના તિસ્તા પર આરોપ છે.

જાણો શું છે સમગ્ર મામલો:

ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી. તેની સાથે-સાથે આર.બી.શ્રીકુમારને પણ ક્રાઈમ

બ્રાન્ચે સમન્સ પાઠવ્યું છે. મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી.

આજે 2 વાગ્યાની આસપાસ સેતલવાડને કોર્ટમાં રજૂ કરાશે. તેમજ પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે પણ ગુનો નોંધાયો છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી

ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Recommended