સીટીબસ સેવા કથળતા સામાન્ય વર્ગને હાલાકી

  • 2 years ago
ભાવનગર શહેરમાં સીટીબસ સેવા કથળતા ફરી પુરતી બસ સેવા શરૂ કરવા માગ ઉઠી છે. પહેલા શહેરમાં 65 જેટલી સીટી બસો દોડાવવામાં આવતી હતી. જ્યારે હાલ માત્ર 2 થી 3 વિસ્તારમાં જ આ બસ દોડી રહી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ના છૂટકે મોંઘા રૂપિયા ખર્ચીને ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. મહત્વનું છે કે એક તરફ ભાવનગરનો વિસ્તાર વધ્યો છે. બીજી તરફ ભાવનગર મનપાના સીટી એન્જીનીયરનું કહેવું છે કે ડીઝલના વધતા જતા ભાવ સામે મનપા દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં ના આવતા આવતા કેટલાક રૂટ બંધ કરાયા છે. જો કે આ બધા વચ્ચે હાલાકી સામન્ય વર્ગને પડી રહી છે.

Recommended