હું દિવ્યભાસ્કરની મદદથી જ ચીનથી અહીં આવી શકી,જેસલ પટેલે આભાર માની તેની મનોવ્યથા વર્ણવી

  • 4 years ago
‘આ મહામારી જેને આપણે કોરોના વાઈરસ તરીકે ઓળખીએ છીએ તેની શરૂઆત ચાઈનિઝ ન્યૂ યર સેલિબ્રેશનથી થઈ હતી ચાઈનિઝ ન્યૂ યર ચીનનો સૌથી મોટો ફેસ્ટિવલ છે આ સમયે લોકો પોતપોતાના ગામડે જાય છે અને નૂતન વર્ષના આગમનની અઠવાડિયા સુધી ઉજવણી કરે છે હું શાંઘાઈમાં લોની ઈન્ટર્નશીપ કરતી હતી ત્યારે એક પરિવાર સાથે રહેતી હતી ન્યૂ યર ફેસ્ટિવલમાં આ પરિવાર પણ ગામડે જઈ રહ્યો હતો શાંઘાઈથી ત્યાં પહોંચવામાં પાંચ કલાક લાગે છે અમે ગામડે પહોંચ્યા ત્યારે બધા મસ્તીમાં હતા પરંતુ અચાનક જાણ થઈ કે કોરોના નામનો જીવલેણ વાઈરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ગીચ વસતિવાળા શહેરોમાં તેનો પ્રકોપ હોવાથી લોકડાઉન કરાયું છે આથી અમે ગામડામાં જ રહેવાનો નિર્ણય કર્યો અને આ પરિવારે પણ અમને કહ્યું કે તું અમારી સાથે જ રહે ત્યારબાદ ચીનની હાલત બદથી બદતર થવા લાગી અને માટે જ મેં ભારત આવવાનો નિર્ણય કર્યો મેં ટિકિટ તો બુક કરાવી દીધી પણ શાંઘાઈ એરપોર્ટ કેવી રીતે પહોંચવું એ મોટો પ્રશ્ન હતો છતાં પેલા પરિવારે ગામડેથી ટેક્સી બુક કરાવી આપી અને પાંચ કલાકની ઠેર-ઠેર નાકાબંદીને પાર કરતી મુસાફરી કરી હું શાંઘાઈ એરપોર્ટ પર પહોંચી ત્યાંથી હું દિલ્હી એરપોર્ટ પહોંચી અને અહીં મારી મુસીબતો વધુ ઘેરી બની’ આ શબ્દો છે જેસલ પટેલના જે 24 કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓ સાથે OCI એટલે કે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાના વિચિત્ર નિયમોને લીધે માથાકૂટ કરતી રહી અને અંતે મંજૂરી મળતા અમદાવાદ પોતાના કાકાના ઘરે આવી આ અંગેજેસલે DivyaBhaskar સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી જેમાં તેણે પોતાની વ્યથા ઉપરાંત ચીનની સ્થિતિ વિશે પણ વાત કરી

Recommended