કેજરીવાલને આતંકી ગણાવવા અંગે દીકરી હર્ષિતાએ કહ્યું- પપ્પાએ અમને ગીતાના પાઠ ભણાવ્યા

  • 4 years ago
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે નિવેદનબાજીઓના પ્રહાર થઈ રહ્યા છે બે દિવસ પહેલા જ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને આતંકી કહ્યા હતા ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કેજરીવાલને આતંકી જાહેર કર્યા હતા હવે આ અંગે કેજરીવાલની દીકરી હર્ષિતા કેજરીવાલે ભાજપની ટીકા કરી છે હર્ષિતાએ કહ્યું કે, પપ્પાએ અમને ભગવદગીતાના પાઠ ભણાવ્યા છે, શું આ આતંકવાદ છે?
હર્ષિતાએ વધુમાં કહ્યું કે, ‘તે(ભાજપ) કહે છે કે રાજકારણ ગંદુ છે પરંતુ આ આરોપ રાજકારણનું નવું નીચલું સ્તર છે શું લોકોને મફત અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવી એ આતંકવાદ છે?’શું બાળકોને વધુ શિક્ષીત કરવા, લોકોને વીજળી અને પાણીની સેવા ઉપલ્બ્ધ કરાવવી આતંકવાદ છે?

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તરફથી કેજરીવાલની બિમારીનો મજાક ઉડાવવા અંગે કેજરીવાલની પત્ની સુનીતાએ કહ્યું કે, ‘હું ભગવાનને પ્રાર્થના કરીશ કે યોગીજી પોતે સ્વસ્થ રહે ખબર નથી તેમને રાત્રે આ બધુ કહ્યાં પછી ઊંઘ કેવી રીતે આવી જાય છે’અરવિંદ પર લગાવાયેલા આરોપો અંગે સુનીતાએ કહ્યું કે, ‘લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે અમારી પર આરોપ લગાવાઈ રહ્યા છે પરંતુ તેમને અમને આશ્વાસન આપ્યું છે કે તેમનો મત ઝાડુને જ જશે’અરવિંદે છેલ્લા પાંચ વર્ષોમાં 70 વિધાનસભાઓની મુલાકાત લીધી છે અહીંયાના લોકો જ અમારો પરિવાર છે

Recommended