MLA મધુ શ્રીવાસ્તવે જે પ્રતિમાનું કહ્યું તેનું કામ મંજૂરી વિના યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

  • 4 years ago
વડોદરા:ભાજપના ધારાસભ્યોના કામ થતાં ન હોવાથી રાજીનામાની ચીમકી ઉચ્ચારીને કામ કરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે સાવલીના કેતન ઇનામદારના રાજીનામા બાદ મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામાની ચીમકી આપી હતી જોકે હનુમાનજીની પ્રતિમાની ફાઇલ મંજૂર ન થતાં મધુ શ્રીવાસ્તવની નારાજ છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના મહાદેવ તળાવની વચ્ચે પંચમુખી હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવનાર છે જે પ્રતિમાને મૂકવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી ન મળતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પેટર્ન અપનાવીને સરકારને ઘૂંટણીએ પાડવા માટે પ્રયાસ કર્યો છે જોકે, જે સ્થળે પ્રતિમા મૂકાવાની છે, તે સ્થળે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે

Recommended