દિલીપ ઘોષે કહ્યું, 50 લાખ મુસ્લિમ ઘૂસણખોરોને દેશની બહાર કરવામાં આવશે
  • 4 years ago
નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે આ દરમિયાન પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે, જરૂર પડશે તો 50 લાખ મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશની બહાર કરવામાં આવશે

બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે એક રેલી દરમિયાન ઘોષે મમતા બેનરજી પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે, પહેલાં તો મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમના નામ મતદાર યાદીમાં બહાર કાઢવામાં આવશે ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી બહાર કાઢવામાં આવશે પછી 2021માં બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં મમતા દીદીના વોટ ઘટી જશે તેના કારણે અમને ચૂંટણીમાં 200 સીટ મળશે અને તેમને (મમતા બેનરજી) 50 સીટો પણ નહીં મળે
Recommended