હિંમતનગરના ડોક્ટરોનું ‘ઈડરીયા ગઢ’ પર હેરિટેજ વોક

  • 4 years ago
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ઈડરીયા ગઢ પર હિંમતનગર IMA એસોસિયેશનના તમામ ડોક્ટરોએ સહપરિવાર સાથે હેરિટેજ વોક કર્યું હતું એસોસિએશન દ્વારા ભારતના તમામ શહીદ સૈનિકોના પરિવારજનોની ફ્રી ઓપીડી ચાર્જ તેમજ સૈનિક પરિવારને રાહતદરે ઓપરેશન કરવાની જાહેરાત કરી હતી જગ પ્રખ્યાત ઈડરીયા ગઢને જોવા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં સહેલાણીઓ ગઢને નિહાળવા આવતા હોય છે, ત્યારે ડોક્ટરોએ પોતાના બાળકોને ઐતિહાસિક ધરોહરથી વાકેફ કરવા આ હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું આ વોક દરમિયાન તમામને ઈડરના યોગેશભાઈ સથવારે ગઢના પ્રાચીન ઇતિહાસથી વાકેફ કર્યા હતા

Recommended