સુરત કતારગામની હીરા કંપનીમાંથી 3.51 કરોડના હીરા ચોરનારા સીસીટીવીમાં કેદ
  • 4 years ago
સુરતઃકતારગામમાં આવેલ હીરા કંપની એચવીકે ઇન્ટરનેશનલ પ્રાયવેટ લિમિટેડમાંથી બે કારીગરો 351 કરોડ રૂપિયાના હીરા ચોરી કરીને નાસી ગયા છે બંને કારીગરો મૂળ નેપાળના વતની છેપોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જો કે બન્ને કારીગરો પોતાના પરિવારને લઈને નાસી ગયા હોવાનું સામે આવી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ ગોતાલાવાડી ખાતે પટેલ ફળીયામાં એચવીકે ઇન્ટરનેશનલ પ્રાલિમિટેડના નામથી હીરાની કંપની આવેલી છે જેના માલિક નાગજી મોહન સાકરિયા છે કંપનીમાં બોઈલ વિભાગમાં આરોપી રાજુ ગોગલા લુહાર(રહે રામબાગ,લાલ દરવાજામૂળ રહે નેપાળ) છેલ્લા 12 વર્ષથી નોકરી કરે છે તેમજ આરોપી પ્રકાશ નવરાજ કુંવર(રહે મંગલદીપ એપાર્ટમેન્ટ, જદાખાડી, મહીધરપુરામૂળ રહે નેપાળ) છેલ્લા 4 વર્ષથી નોકરી કરે છે બંનેનું કામ પોલીસ્ડ હીરાઓને ઇલેક્ટ્રીક સગડીમાં બોઈલ થવા રાત્રે મૂકીને સવારે કાઢી લેવાના હોય છે ગુરૂવારે સાંજે મેનેજર દિપે વઢેળે રાજુ લુહાર 1296 કેરેટના હીરા બોઈલ કરવા માટે આપ્યા હતા જેમની કિંમત 351 કરોડ રૂપિયા થાય છે
Recommended