રાજકોટમાં પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા અને ફાયરીંગ થયું, સ્પા સંચાલકનું મોત
  • 4 years ago
રાજકોટ:શહેરના બસસ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પીપી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઇ ગોહેલને ગોળી વાગી હતી જેને પગલે દિનેશ ગોહેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

મૃતક પીએસઆઈ ચાવડનો મિત્ર
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરી જરૂર પડ્યે અન્ય કલમનો ઉમેરો કરાશે

આંખ પાસેના ભાગમાંથી ગોળી સોંસરવી નીકળી ગઈ

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માલવિયા નગર પાસે ગ્લો નામથી સ્પા ચલાવતા દિનેશ ગોહેલ આગામી 17 જાન્યુઆરીના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયાની વન ડે મેચ ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા આ દરમિયાન પીએસઆઇ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી આ ગોળી પોલીસચોકીમાં હાજર હિમાંશુભાઇની આંખની પાસેથી સોંસરવી નીકળતા તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી રિવોલ્વર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો હિમાંશુભાઇ રાજકોટમાં અંકુર મેઇન રોડ પર આવેલી જય આશાપુરા, વૃંદાવન સોસાયટી 2 રહેતા હતા

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલની મુલાકાતના સીસીટીવી સામે આવ્યા
પોલીસ તપાસમાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલ વચ્ચે બે દિવસ પૂર્વે મુલાકાત થઇ હોવાનું સામે આવ્યું છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે જે જગ્યાએ મૃતક હિમાંશુ ગોહેલ સ્પાનો ધંધો ચલાવતો હતો તે જ કોમ્પલેક્ષ પાસે તારીખ 12 જાન્યુઆરીના રોજ સાંજના 4:30 કલાક બાદ મુલાકાત થાય છે જે સમયે અન્ય ત્રણ જેટલા સખ્શોની પણ હાજરી હોવાનુ સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે પીએસઆઇ ચાવડા અને હિમાંશુ ગોહેલ વચ્ચે ક્યા પ્રકારના સંબંધો હતા તે અંગે તપાસ ચલાવી રહ્યા છે તો સાથોસાથ બે દિવસ પૂર્વે આજે મુલાકાત થઇ હતી ત્યારે અન્ય જેટલા વ્યક્તિઓ હાજર હતા તેમની પણ શોધખોળ હાથ ધરી છે તો સાથોસાથ તે તમામ વ્યક્તિઓ મળી આવ્યે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેમ જ નિવેદન પણ નોંધવામાં આવશે
Recommended