ભારતમાં પતંગ ઊડાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો મકરસંક્રાંતિનો રસપ્રદ અને અજાણી વાતો

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવા તેમની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે આવો જાણીએ મકરસંક્રાંતિ વિશેની અમુક અજાણી વાતો સૂર્યનું પણ એક નામ પતંગ છે આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે ‘રામ ઇક દિન ચંગ ઉડાઇ ચંદ્રલોક મેં પહૂંચી ગઇ’ચંગ એટલે પતંગનું પૂંછડું



ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઇઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે જેમ કે પંજાબમાં લોહડી, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ અને ભોગી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડું અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખીચડી અને આપણી ગરવી ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણથી આપણે ઊજવીએ છીએ



આમ, મકરસંક્રાંતિ એ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાનું અનેરું પર્વ છે પતંગબાજીનો શોખ આમ તો નવાબી શોખ કહેવાતો હિન્દુસ્તાનમાં સર્વ પ્રથમ પતંગબાજી 1750ની સાલમાં શાહઆલમના કાળમાં પૂરજોશમાં થઇ હતી નવાબો તેમજ શહેનશાહોએ આ પતંગબાજીને શાહી રમતનો દરજ્જો આપ્યો જેને અમદાવાદ, સુરત, વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં મોજમજા અને આનંદનો લહાવો લૂંટતી પ્રજાજનોના ઉત્સવપ્રિય માનસને પોષી રહી છે



સૌ પ્રથમ ઇસ પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસમાં આવ્યો

Recommended