અમેરિકન ડ્રોન્સની વધુ એક એરસ્ટ્રાઈક, બગદાદમાં શિયા વિદ્રોહીઓના કાફલા પર હુમલો કર્યો
  • 4 years ago
ઈરાકમાં ઈરાનના સૌથી તાકાતવર કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને માર્યા પછી પણ અમેરિકાએ તેમનું ઓપરેશન અટકાવ્યું નથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકન ડ્રોન્સે શુક્રવારે મોડી રાતે ઉત્તરી બગદાદમાં શિયા વિદ્રોહી સંગઠન- પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (પીએમએફ)ના કાફલા પર હુમલો કર્યો છે તેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે રિપોર્ટ્સ પ્રમાણે બગદાદના પૂર્વમાં આવેલા તાજી શહેરમાં લોકોએ બ્લાસ્ટનો અવાજ પણ સાંભળ્યો છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મોડી રાતે ઈરાની જનરલ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં તેમણે કહ્યું હતું કે, જનરલ કાસિમને મારવાનો નિર્ણય બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધ રોકવા માટે લેવામાં આવ્યો છે ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકન સેનાના હુમલાથી દુનિયાના નંબર-1 આતંકી જનરલ સુલેમાનીનું મોત થઈ ગયું છે તેની સાથે જ આ વિસ્તારમાં આતંકનું રાજ ખતમ કરી દેવામાં આવ્યું છે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, કાસિમ સુલેમાની અમેરિકન રાજકિય અને સૈન્યકર્મીઓ પર ઘાતક હુમલાનું કાવતરુ ઘડી રહ્યો હતો હાલ બગદાદ એરપોર્ટથી દરેક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે
Recommended