માલદીવના કલાકારોએ બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો, 6 દેશોના કલાકારોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું
  • 4 years ago
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચાલી રહેલા ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવના બીજા દિવસે રાજ્યપાલ અનુસૂઈયા ઉઈકે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં દુનિયાના અનેક દેશોમાંથી હાજર રહેલા અનેક કલાકારો પારંપારિક આદિવાસી નૃત્યની ધમાકેદાર રજૂઆત કરી હતી આ બધામાં માલદીવના કલાકારોએ તો ત્યાં હાજર દર્શકોને પણ ચોંકાવી દીધા હતા આ કલાકારોએ તેમની સસ્કૃતિથી દર્શકોને રૂબરૂ કરાવ્યા બાદ બોલિવૂડ સોંગને ગાયું હતું તો સાથે અન્ય કલાકારોએ પણ તેના પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો‘ઓ મેરી જોહરા જબીં’ગીત પર માલદિવના કલાકારોનો ડાન્સ જોઈને દર્શકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા બાદમાં આ કલાકારોએ લગ્ન પ્રસંગમાં કરવામાં આવતા પરંપરાગત નૃત્યની બેજોબેરોની પણ પ્રસ્તૂતિ કરી હતી આ મહોત્સવમાં 6 દેશ, 25 રાજ્યોના કુલ 1350 કરતાં પણ વધુ કલાકારોએ ભાગ લીધો છે
Recommended