કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત 13ના 26 ડિસે. સુધી રિમાન્ડ મંજૂર, 18મીએ મીટિંગ થઈ હતી
  • 4 years ago
અમદાવાદઃશાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે આરોપીઓના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું આ મામલે આરોપીઓએ 18 ડિસેમ્બરેની રાત્રે ધાર્મિક સ્થળ પર મિટિંગ ગોઠવી હતી તપાસમાં જાણવા મળ્યું છે, MS નામનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિસ્તારમાંથી લોકોને એડ કરવામાં આવ્યા છે હિંસક પ્રવૃતિ મામલે અલગ અલગ વિસ્તારમાંથી લોકોને ભેગા કરવા આ જ ગ્રુપનો સહારો લેવામાં આવ્યો છે આ હિંસક પથ્થર મામલામાં સ્થાનિક લોકો કરતા ચંડોળા વિસ્તારના બાંગ્લાદેશીઓની ભીડ ભેગી કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં પથ્થર લાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે, જ્યારે પોલીસે લોકોને ડિટેઇન કરવાની શરૂઆત કરી હતી ત્યારે વોટ્સએપના માધ્યમથી આ માહિતી ફેલાવવામાં આવી હતી તેટલું જ નહીં, આ તોફાની લોકોએ સીસીટીવીના ડીવીઆરમાં પણ છેડછાડ કરી હતી હાલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓના ડેટા રિકવર કર્યાં છે
Recommended