ઊંઝામાં બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા આકાશમાં છોડ્યાં, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
  • 4 years ago
ઊંઝાઃઊંઝામાં કૃષિનાં દેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞના ધર્મ અવસરે સાંસ્કૃતિક કમિટી દ્વારા મંગળવારે સાંજના 4 વાગે કૃષિ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યાં છે જેની એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી છે સાંસ્કૃતિક કમિટીના જણાવ્યા મુજબ, 15 હજાર ફુગ્ગામાં 10 ગ્રામ કૃષિ બિયારણ ભરી ગેસની 10 બોટલ દ્વારા 100 સ્વયંસેવકો દ્વારા ફૂલાવવામાં આવ્યા હતા જે ફુગ્ગા સાંજના 4 વાગે ઉમિયાનગરના 20 વીઘામાં ફેલાયેલા સાંસ્કૃતિક વિભાગમાંથી ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો, કર્ણધારો, લક્ષચંડી મહાયજ્ઞના યજમાનો અને સાંસ્કૃતિક કમિટીના સ્વયં સેવકો દ્વારા આકાશમાં ઉડાડવામાં આવ્યા છે જેને લઇને માઇધામનું ગગન રંગબેરંગી ફુગ્ગાઓથી છવાઈ ગયું હતું મહત્વનું છે કે, આ ફુગ્ગા જ્યાં ફુટશે ત્યાં પડેલા બિયારણથી નવીન કૂંપળનું સર્જન જનજીવન માટે હિતકારી રહેશે
Recommended