ગોંડલ-કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને બેવડો માર પડ્યો
  • 4 years ago
ગોંડલ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે કાલાવડના પીપર ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો
Recommended