સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, અમરેલીમાં 5 ઈંચ, જુનાગઢમાં ધોધમાર, મોરબીમાં 7 ઈંચ
  • 5 years ago
રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 5 ઈંચ, મોરબીમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે આ તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે સૌરાષ્ટ્રમાં ચારેબાજુ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં 115 મીમી, વડીયામાં 113 મીમી, ખાંભામાં 14 મીમી, જાફરાબાદમાં 8 મીમી, ધારીમાં 30 મીમી, બગસરામાં 50 મીમી, બાબરામાં 124 મીમી, રાજુલામાં 7 મીમી, લાઠીમાં 118 મીમી, લીલીમાં 21 મીમી, સાવરકુંડવામાં 30 મીમી વરસાદ ખાબક્યો છે હાલ વરસાદ વરસી રહ્યો છે
Recommended