સૌરાષ્ટ્રમાં વરસાદી મોહોલ, ભાવનગર-અમરેલીમાં ધોધમાર, આટકોટમાં ઝરમર વરસાદ, રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

  • 5 years ago
રાજકોટ:રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે રાજકોટના આટકોટમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ સાથે જ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો ભાવનગરમાં બપોરથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા

Recommended