વાવના ટડાવ અને ચોથારનેસડા ગામના ખેડૂતો કેનાલના પાણીને લઇ નર્મદા ઓફિસમાં ધામા નાખ્યા
  • 4 years ago
પાલનપુર: વાવ તાલુકાની સરહદી ગામોને પાણી ન મળતાં ટડાવ અને ચોથારનેસડા ગામના ખેડૂતો ભેગા મળી શનિવારે થરાદ નાયબ કલેકટરની કચેરીએ આવેદનપત્ર આપી જો 24 કલાકમાં પાણી નહિ મળે તો કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી નર્મદા વિભાગની કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે

વાવ તાલુકાના સરહદી ગામોને હજી સુધી નર્મદા કેનાલના પાણી મળ્યા નથી ખેડૂતોએ વારંવાર રજૂઆતો તેમજ આવેદનપત્રો આપવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી જેને લઇ બે દિવસ પહેલા ટડાવ અને ચોથરનેસડા ગામના ખેડૂતો વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ઉપવાસ પર બેઠા હતા ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ આવી ખેડૂતોને સમજાવી પાણી આપવાની મૌખિક ખાતરી આપી હતી જેને લઇ ખેડૂતોએ ઉપવાસ આંદોલન સમેટી લીધું હતું પરંતુ હજી સુધી પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને નર્મદાના અધિકારીઓ પાણી છોડતા નથી તેમ કહી શનિવારે ફરીથી થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જો 24 કલાકમાં પાણી નહિ મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી નર્મદા વિભાગની કચેરીએ ઉપવાસ બેસી ગયા હતા
Recommended