બગસરામાં દીપડાએ વધુ 1 યુવાનને પોતાનો શિકાર બનાવ્યો
  • 4 years ago
બગસરા: બગસરાના મોટા મુંજીયાસરમાં ગઇકાલે એક ખેડૂતને દિપડાએ ફાડી ખાધા બાદ તંત્રએ દિપડા પકડવા મસમોટો સ્ટાફ કામે લગાડ્યાના દાવાઓ કર્યા પરંતુ વનતંત્રના ગાલે તમાચો મારતો હોય તેમ દિપડાએ ગઇકાલે સમી સાંજે બગસરાના એક યુવાન પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જોકે સારવાર દરમ્યાન હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો છે હદ એ વાતની છે કે વાડીમાં દિપડો હોવાની છેક સવારે જાણ કરી હોવા છતાં કોઇ વનકર્મી ડોકાયા ન હતાં મોટા મુંજીયાસરમાં ગઇકાલે દિપડો માનવભક્ષી બન્યા બાદ વનતંત્રએ દિપડાને પકડવા પાંજરા ગોઠવી 6 ટીમો કામે લગાડ્યાનો દાવો ઠપકારી દીધો હતો એટલુ જ નહી સાસણથી વિશેષ ટીમ બોલાવાયાની જાહેરાત કરી દીધી હતી જાણે બધુ જ કાગળ પર ચાલી રહ્યુ છે જમીન પરની હકીકત કંઇ નથી કારણ કે આજે વધુ એક યુવાન દિપડાના હુમલોનો ભોગ બન્યો છે
Recommended