જેસી 450 ફૂટ ઊંચો પહાડ ચઢનાર પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બન્યો
  • 4 years ago
બ્રિટનનો જેસી ડફ્ટન સ્કૉટલેન્ડના 'ઓલ્ડ મેન ઓફ હોય' પહાડ પર ચઢનાર વિશ્વનો પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બની ગયો છે જેસીએ 450 ફૂટ ઊંચા પહાડ પર 7 કલાકમાં ચઢાણ પૂર્ણ કર્યું આ ચઢાણ માટે જેસીની મદદ તેની મંગેતર મૉલી થોમ્પસને કરી થોમ્પસન તેને હેડસેડની મદદથી વોઈસ કમાન્ડ આપતી રહી જેસી અને થોમ્પસન 2004થી સાથે ક્લાઈમ્બિંગ કરી રહ્યાં છે લાલ પથ્થરોવાળો આ પહાડ સ્કૉટલેન્ડમાં નોર્થ કોસ્ટમાં આવેલો છે જેસીએ જણાવ્યું કે,'આ પહાડ રિમોટ એરિયામાં આવેલો છે તેથી ચઢાણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ સમુદ્ર કિનારે આવેલો હોવાથી મે તેની પસંદગી કરી હું આ પહાડ પર ચઢનાર પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બનવા માગતો હતો અને મે આ સિદ્ધિ મેળવી ક્લાઈમ્બિંગ સમયે એક જ બાબત પર ફોક્સ રાખવું પડે છે કોઈ બીજી વસ્તુ અંગે વિચારી શકતા નથી માત્ર એ જ વિચારતા રહેવું પડે છે કે આ પહાડ પર કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે ચઢાણ પૂર્ણ કરી શકશો'
Recommended