અમેરિકાના પર્લ હાર્બર મિલેટ્રી બેઝ પર ગોળીબાર, વિસ્તારની ઘેરાબંધી કરાઈ
  • 4 years ago
અમેરિકાના એક મિલેટરી બેઝ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર બુધવારે બપોરે જોઇન્ટ બેઝ પર્લ હાર્બર-હિકમમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઇ ઘાયલ થયું હોય તેવું અધિકૃત નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી ઘટનાના પગલે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે ઓહુ સમુદ્ર તટના કિનારે આવેલા પર્લ હાર્બર બેઝમાં વાયુ સેના અને નૌસેના બન્નેના સૈન્ય મથકો આવેલા છે સિક્યોરિટી સંસ્થાઓએ બપોરે 230 વાગ્યાની આસપાસ હોનુલુલુ નજીક અમેરિકાના નેવી અને એર ફોર્સ બેઝમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે જે અંગે ટ્વિટ પણ કરવામાં આવ્યું છે
Recommended