ભરૂચમાં સંતુલન ગુમાવતા યુવાન બાઇક સાથે ખુલ્લી ગટરમાં પડ્યો, સદનસીબે યુવાનનો બચાવ

  • 4 years ago
ભરૂચઃ ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી અને ઉંડી ગટરમાં બાઈક સવાર ખાબક્યો હતો જોકે સદનસીબે બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો

ખુલ્લી અને ઉંડી ગટરોને કારણે રાહદરીઓ અને વાહન ચાલકોમાં ભય
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ગાંધીબજાર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે પરંતુ ખુલ્લી અને ઉંડી ગટરોને કારણે રાહદરીઓ અને વાહન ચાલકોમાં હંમેશા ભય જોવા મળે છે, ત્યારે એક બાઈક સવાર કોઇ કામ અર્થે બજારમાં આવ્યો હતો પરંતુ અચાનક કોઈ કારણોસર બાઈક પરથી તેનું સંતુલન ગુમાવતા તેની બાઈક સીધી ઉંડી ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી જોકે સદનસીબે બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો

Recommended