ફ્લોર ટેસ્ટ એટલે શું અને તે કઈ રીતે થાય છે?
  • 4 years ago
ફ્લોર ટેસ્ટ એટલે શું? તે કઈ રીતે થાય છે અને ક્રોસ વોટિંગ થાય ત્યારે શું કરવામાં આવે છે?



મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે 27 નવેમ્બરે પાંચ વાગ્યા સુધીમાં ખબર પડી જશે,, આના માટે કોઈપણ પાર્ટીએ ફલોર ટેસ્ટ આપવો પડી શકે છે તો આવો જાણીએ કે આ ફ્લોર ટેસ્ટ શું છે? અને તે કયા સંજોગોમાં લેવામાં આવે છે?



ફ્લોર ટેસ્ટ શું છે?



મહારાષ્ટ્ર જેવી રાજકીય સ્થિતી જ્યાં સર્જાય એટલે કે કોઈપણ પાર્ટી પાસે એકલા કે ગઠબંધનમાં સ્પષ્ટ બહુમતિ ન હોય ત્યારે સરકાર રચવા માટે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવે છે



આ પ્રક્રિયામાં પાર્ટીનાં ધારાસભ્યોનું વોટિંગ કરવામાં આવે છે કે તેઓ ખરેખર જે-તે પક્ષ સાથે છે કે પછી બીજા પક્ષમાં જવા માંગે છે બીજા પક્ષ માટે પણ આ જ પદ્ધતિ લાગૂ પડે છે જો કોઈ પાર્ટીનો સભ્ય ક્રોસ વોટિંગ કરે તો તે પાર્ટીમાંથી એક ધારાસભ્યનું સમર્થન ઓછું થઈ જાય છે



ફ્લોર ટેસ્ટ શા માટે કરવામાં આવે છે?



જે-તે પક્ષની બહુમતી સાબિત કરવા માટે જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે બોમ્મઈ ચૂકાદા બાદ આ પદ્ધતિ અપનાવવામાં આવે છે આ પહેલાં સાંસદો પોતાની મરજીથી પક્ષ બદલી શકતા હતા સ્પીકરની સામે પરેડ કરાવાતી હતી અથવા સમર્થનની ચિઠ્ઠીઓ આપવામાં આવતી હતી બહુમત સિદ્ધ કરાવવા માટે દરેક પ્રકારની મનમાની કરવામાં આવતી હતી

એટલે કે, કોઈપણ ગઠબંધન સરકારમાં કોઈ એક પાર્ટી પોતાનું સમર્થન પાછું ખેંચે ત્યારે ફ્લોર ટેસ્ટ કરાય છે



ફ્લોર ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે?

ફ્લોર ટેસ્ટમાં બેલેટ દ્વારા મતદાન કરાય છે જેની ગણતરી દ્વારા નિર્ણય થાય છે કે કયા પક્ષ પાસે બહુમતી છે સંસદમાં આ પ્રક્રિયા ઘણીવાર થઈ ચૂકી છે



> ફ્લોર ટેસ્ટ સ્પીકરની અધ્યક્ષતામાં કરવામાં આવે છે જેના માટે વિધાનસભા કે સંસદનો કોરિડોર ખાલી કરાવાય છે કોઈપણ પ્રાકારના હંગામાને પહોંચી વળવા માટે માર્શલ તૈયાર રહે છે વોટિંગ બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં કરાય છે જો કોઈ હંગામો થાય તો ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા થોડીવાર માટે સ્થગિત કરવામાં આવે છે

વોટિંગ કરે તો તે ગેરલાયક ગણાઈ શકે છે



> જો સિક્રેટ બેલેટ હોય તો તરત જાણી નથી શકાતું કે કોણે કોને મત આપ્યોપરંતુ, પાર્ટિઓ આંતરિક તપાસ કરતી જ હોય છેજેમાં તેમને જાણવા મળે કે કોણે ક્રોસ વોટિંગ કર્યું છે તેની સામે પક્ષ-પલટા કાનૂન અંતર્ગત અયોગ્યતા માટે સ્પીકરને અરજી થઈ શકે છે



જો કોઈ વિધાનસભ્ય અયોગ્ય જાહેર થાય તો તેણે ફરીથી ચૂંટણી લડવી પડે છે
Recommended